મોરબી:મોરબી તાલુકાના માણેકવાડા ગામમાં આવતીકાલ તા.14/12/2021ને મંગળવારે રાત્રે 9:30 કલાકે રોકડિયા હનુમાનજી મંદિરે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનીક પિયુષ મિસ્ત્રી અને વિજયભાઈ નિમાવત,તબલા વાદક કશ્યપ સાધુ,બેનજો જોગીરાજ સાધુ સહિતના કલાકારો સંતવાણીમાં રમઝટ બોલાવી ભક્તોને ડોલાવશે. માણેકવાડા ગામે આયોજીત કાર્યક્રમનો સર્વેને લાભ લેવા સુરેશભાઈ રામાનુજ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.