આલાપ પાર્ક રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ તેમજ કબીર ટેકરી વિસ્તારમાં સીસી રોડના કામનું ખાતમૂહુર્ત કરાયું મોરબી : મોરબી નગરપાલિકા હસ્તકના આલાપ પાર્ક રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ તેમજ કબીર ટેકરી વિસ્તારમાં સીસી રોડના કામનું ખાતમૂહુર્ત પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે રવિવારે મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. પંચાસર મેઇન રોડ તેમજ કબીર ટેકરી ખાતે યોજાયેલ સમારંભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીના સમતોલ વિકાસના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. મોરબી નગરપાલિકાના સુત્રધારો તેમજ સંગઠનના હોદ્દેદારોના સંકલન થકી દર અઠવાડીયે લોકાભિમુખ કાર્યો મોરબીની પ્રજાને અર્પણ કરવા માટે સંકલ્પબદ્ધ થયા છીએ ત્યારે આજે અમૃત યોજના હેઠળ પંચાસર મેઇન રોડ, HDFC ઓળખથી લીલાપર સ્માશન સુધી, આલાપ પાર્ક રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ તેમજ વ્યવસાય વેરા ગ્રાન્ટમાંથી કબીર ટેકરી વિસ્તારમાં સીસી રોડના કામોનું લગભગ સવાત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનો, સદસ્યો, ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા, અગ્રણીઓ જયુભા જાડેજા તેમજ લાખાભાઇ જારીયા સહિત સ્થાનિક હોદ્દેદારો તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..