જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ભગીરથ સેવા કાર્ય મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ઘીમાંથી બનેલ અડદીયા, બદામપાક, ગુંદરપાકનું અવિરતપણે વિતરણ આ વર્ષે પણ ચાલુ કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયા, બદામપાક તથા ગુંદરપાકનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ અવિરતપણે ચાલુ છે. અડદીયા, બદામપાક, ગુંદપાક મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા,બદામપાક તથા ગુંદરપાકનું વિતરણ શિયાળા દરમિયાન કરવામા આવશે. દરરોજ તાજા અડદીયાનુ પ્રતિકીલો રૂ.૩૦૦ના ભાવે,બદામપાક રૂ.૨૨૦ના ભાવે ૫૦૦ ગ્રામ અને ગુંદરપાક ૫૦૦ ગ્રામ રૂ.૧૮૦ના ભાવે લેખે વિતરણ કરવામા આવશે. શુધ્ધ ઘીમાંથી બનેલ સુકામેવાથી ભરપુર અડદીયા મેળવવા જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યા પુરી રોડ, મોરબીનો સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..