શિયાળામાં ત્વચા સૂકી થઇ જતી હોય ત્યારે તેને મુલાયમ રાખવા ઘરગથ્થું ઉપચારો કરવાથી સૌંદર્ય જળવાય રહે છે. અન્ય ઋતુમાં પણ ચહેરાની ત્વચાને દેખરેખની જરૂર હોય છે. કારણ કે ધૂળ-માટી અને પ્રદૂષણ ત્વચાને અંદરથી બેજાન બનાવી દે છે. ત્વચાની ચમક પાછી લાવવી છે તો ઘરમાં જ ફેસપેક બનાવીને ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. આ કામમાં ચણા અને ચોખાનો લોટ પણ ઘણી મદદ કરે છે. તેની મદદથી ત્વચા સાફ પણ થઇ જાય છે અને ફેસપેક સ્કિનને ટેનિંગ કરીને ચમક વધારે છે. 1. ચણાનો લોટ અને એલોવેરા જેલ 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી એલોવેરા જેલને બરાબર મીક્સ કરી તેની એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર વ્યવસ્થિત રીતે લગાવી 10 મીનીટ રાખી મુકો. ત્યારબાદ તેને નોર્મલ પાણી વડે ધોઈ નાખો. તમે આ ફેસપેકનો સનબર્નમાં રાહત મેળવવા અને કાળા ધબ્બા દૂર કરવા તેમજ હાયપરપિગ્મેન્ટેશનને દૂર કરવા માટે ઉત્તમ છે. 2. ચણાનો લોટ અને હળદળ હળદર અને ચણાનો લોટ સરસ રીતે મિક્સ કરી લો ત્યારબાદ તેની પેસ્ટ બનાવવા માટે તેમાં ગુલાબજળ ઉમેરો. આ તૈયાર થયેલી પેસ્ટને સમાન પ્રમાણમાં સમગ્ર ચહેરા તેમજ ડોક પર લગાવવી. તેને કુદરતી રીતે જ સુકાવા દેવું. સુકાયા બાદ એટલે કે 10-15 મિનિટ બાદ તમે તેને પાણી વડે ધોઈ શકો છો. જો તમારી સ્કીન ખુબ જ શુષ્ક હોય તો તમે આ ફેસપેકમાં એક ચમચી મલાઈ ઉમેરી શકો છો. આ ફેસપેકનો પ્રયોગ તમારા ચેહારાના કોમ્પ્લેક્ષનને બ્રાઇટ કરવા માટે આ ફેસપેક ઉત્તમ છે. 3. ચણાનો લોટ અને મુલતાની માટી 2 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી મુલતાની માટીને બરાબર મિક્સ કરી લેવી. ત્યારબાદ તેમાં ગુલાબજળ નાખી તેની પેસ્ટ બનાવવી. ધ્યાન રાખો કે તેમાં કોઈપણ જાતના ગઠ્ઠા ન રહી જાય, નહીં તો ચહેરા પર પેસ્ટ બરાબર ફેલાશે નહીં. આ ફેસપેકને સમાન રીતે સમગ્ર ચહેરા તેમજ ડોક પર લગાવી લો. 15 મિનિટ બાદ તેને પાણીથી ધોઈ લો. આ ફેસપેકનો પ્રયોગ ચહેરા પરનું લોહીનું ભ્રમણ પણ વધારે છે. જેનાથી ચહેરા પર કાંતિ અને લાલીમા આવે છે. 4. ચોખા અને કાચુ દૂધ ચોખાનો ફેસપેક બનાવવા માટે ચાર ચમચી ચોખા લો અને તેને ત્રણથી ચાર કલાક માટે પલાળી દો અને ત્યારબાદ તેને ચારથી પાંચ ચમચી કાચુ દૂધ નાંખીને દળી લો. હવે તેને આખા ચહેરા પર સરખી રીતે લગાવી લો અને એક કલાક માટે ચહેરા પર લગાવી રાખો.. હળવા હાથેથી ચહેરા પર મસાજ કરો અને ત્યારબાદ ઠંડાં પાણીથી ધોઇ નાંખો. આ ફેસપૅકથી ત્વચા સોફ્ટ બનશે. 5. ચોખાનો લોટ અને દહીં સાફ ત્વચા મેળવવા માટે ચોખાને દળીને તેમાં મધ અને ત્રણ ચમચી દહીં મિક્સ કરીને સારી રીતે મિક્સ કરી લો અને ત્યારબાદ ચહેરા પર લગાઓ. અડધો કલાક ચહેરાને એમ જ રહેવા દો અને ત્યારબાદ હળવા હાથોથી મસાજ કરો. પાંચ મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઇ નાંખો. તેનાથી ત્વચામાં તાજગી આવી જશે. 6. ચોખાનો લોટ, મધ અને લીંબૂ ચાર ચમચી ચોખા પલાળીને દળી લો અને ત્યારબાદ તેમાં થોડુક મધ અને લીંબૂ મિક્સ કરી લો. હવે ચહેરા પર લગાઓ અને એક કલાક પછી ઠંડાં પાણીથી ચહેરાને ધોઇ નાંખો. તેનાથી ચહેરા પરથી ડેડ સ્કિન નિકળી જશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..