મોરબી : મોરબીમાં ઇન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા આગામી તા. 19ને રવિવારે મેગા મેડીકલ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. ઇન્ડીયન લાયન્સ ક્લબ-મોરબી દ્વારા આગામી તા. 19ને રવિવારે સવારે 9થી 1 વાગ્યા સુધી ઓમ શાંતિ વિદ્યાલય, શનાળા રોડ, મોરબી ખાતે મેગા મેડીકલ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ પ્રમુખ ભાવેશભાઇ દોશીના સૌજન્યથી તેમના માતા શારદાબેન તથા પિતા નવીનચંદ્ર વી. દોશીની સ્મૃતિમાં યોજાનાર છે. કેમ્પમાં સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓને તપાસી જરૂર જણાયે ઇ.સી.જી. કરી જરૂરીયાત મુજબની દવા ફ્રી આપવામાં આવશે. આ કેમ્પમાં કેન્સર નિષ્ણાંત ડો. હાર્દિક પટેલ (મેરજા), હાડકાના રોગોના નિષ્ણાંત ડો. હેમલ પટેલ, મગજ, હૃદચ, ફેફસા, પેટ, લીવર, કીડની, ડાયાબીટીસ, બી.પી. અને થાઇરોડના નિષ્ણાંત ડો. ધર્મેશ ભાલોડીયા, બાળ રોગના નિષ્ણાંત ડો. શરદ રૈયાણી, ચામડીના રોગોના નિષ્ણાત ડો. જયેશ એ. સનારિયા, કાન, નાક, ગળાના સર્જન ડો. હિતેષ પટેલ સેવા આપશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ તા. 17 સુધીમાં ભાવેશભાઈ દોશી ૯૪૨૬૯ ૪૨૪૪૯, ધીરૂભાઈ સુરેલીયા ૯૭૧૨૮ ૦૫૯૯૯, હર્ષદભાઈ ગામી-૯૪૨૯૦ ૯૭૭૨૨, હીરેન મહેતા-૯૪૦૮૧ ૮૪૮૮૧, નિસર્ગ શાહ ૯૯૦૯૨ ૧૫૫૨૦, રમેશભાઈ ગામી ૯૪૨૭૪ ૪૧૫૭૪ પર નામ નોંધાવવાનું રહેશે. દર્દીઓએ અગાઉના રીપોર્ટ તથા ફાઈલ સાથે લાવવાની રહેશે. જેઓએ નામ નોંધાવેલા હોય તેઓએ આગલા દિવસે તા. 18ને શનિવારે સાંજે 6થી 8 કલાક સુધીમાં પોતાનો પાસ (કાર્ડ) અને નંબર પટેલ ઓફસેટ, સાવસર પ્લોટ મેઈન રોડ, ડૉ. કગથરા હોસ્પીટલ નીચેથી મેળવી લેવાનો રહેશે. પાસ વગરના દર્દી ઓનો નંબર છેલ્લે આવશે. આ કેમ્પ માટે પ્રમુખ ભાવેશભાઇ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી અને પ્રોજેક્ટ ચેરમેન ધીરુભાઈ સુરેલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..