એલસીબી ટીમે 44 બોટલ દારૂ સહિત 2,26,600નો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : મોરબીના ઘુટુ નજીકથી એલસીબી ટીમે સ્વીફ્ટ કારમાં વિદેશીદારૂનો જથ્થો લઈને આવતા બે શખ્સોને ઝડપી લઈ રૂ.2,26,600નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા રાધિકા ભારાઇની સૂચના મુજબ એલસીબી પીઆઇ વી.બી.જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ.નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભરતભાઇ જીલરીયાને ખાનગીરાહે બાતમી મળેલ કે, હળવદ તરફથી એક સિલ્વર કલરની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર નં.GJ-12-DA-4153માં અંગ્રેજી દારૂનો જથ્થો મોરબી તરફ આવી રહ્યો છે. બાતમીને પગલે મોરબી ધુટુ ગામ બસ સ્ટેશન પાસે એલસીબી ટીમે વોચ ગોઠવતા પાસે ઉપરોક્ત નંબર વાળી કાર આવતા તેને રોકી ચેક કરતા પાછળની શીટ નીચે બનાવેલ ચોરખાનામાથી અંગ્રેજી દારૂની બોટલો નંગ-44 કિંમત રૂ.26,600 મળી આવતા ગાડીના ડ્રાઇવરનું નામ પુછતા કચ્છના રહેવાસી રવિરાજસિંહ દાદુભા જાડેજા તથા બાજુમાં બેઠેલ ઇસમનું નામ ચનુભા લક્ષ્મણસિંહ વાધેલા હોવાનું જણાવતા બન્ને આરોપીઓને કુલ રૂ.2,26,600ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાળુભાઇ કાણોતરા, નિરવભાઇ માવજીભાઇ મકવાણા, ચંન્દ્રકાન્તભાઇ વામજા, પો.કોન્સ.ભરતભાઇ ઘેલાભાઇ જીલરીયા, દશરથસિંહ ગગુભા પરમાર, ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા વગેરેએ કરી હતી.