શરીરમાં વિટામીન અને પોષક તત્વોની ઉણપ હોય તો ભોજનમાં શાકભાજીનો વપરાશ વધારો તેવી તબીબી સલાહ હંમેશા મળતી હોય છે. પણ આજકાલ જોવા મળે છે કે પરિવારના બાળકો તેમની થાળીમાંથી શાકભાજીને દૂર કરી દેતા હોય છે. જો ઘરના ચોગાનમાં શાકભાજી ઉગાડશો તો બાળક જીજ્ઞાસા સાથે ગાર્ડન જોઈને શાકભાજી ખાવા પ્રેરાશે. શુદ્ધ અને તાજા શાકભાજી ખાવા માટે કીચન ગાર્ડનનું એક આગવું મહત્વ છે. રસોડાનો બગીચો ઘરના અન્ય બગીચા કરતા થોડોક અલગ રીતે તૈયાર કરવો. કે જ્યાં સૂર્યપ્રકાશ સારી માત્રામાં પડતો હોય અને સાથે પાણીની નીક હોય. કિચન ગાર્ડનને નાની જગ્યા, બીનજરૂરી વાડામાં તેમજ ઘરની પાછળ બનાવી શકાય છે. જો ઘરે બગીચા બનાવવાની પૂરતી જગ્યા ન હોય તો રસોડાની બારી પર નાના પોટમાં વેલાવાળા શાકભાજી બનાવી શકો છો. અને સાથે તેની દેખભાળ રાખવાની પણ સરળ થઇ જાય છે. તેમાં દરરોજ અલગથી પાણી આપવાની જરૂર નહીં પડે કારણ કે, રસોઇનું બીનજરૂરી પાણી પોટમાં નાખી પાણીની બચત કરી શકાય છે. હવામાન, ઋતુ અને વિસ્તાર પ્રમાણેના શાકભાજી પાકના વાવેતર માટેની પસંદગી કરવી. શાકભાજી પાક માટે ઘરઆંગણાની જગ્યા અનુસાર ખરીફ, રવી અને ઉનાળુ પાકની પસંદગી કરવી હિતાવહ છે. કિચન ગાર્ડનના ફાયદાઓ 1. તાજા અને તંદુરસ્ત શાકભાજી ઇચ્છાનુસાર ગમે ત્યારે મેળવી શકાય છે. 2. બજારમાં મળતા મોંઘા શાકભાજીનો ખર્ચ ઘટાડી શકાય છે . 3. ઘરઆંગણે તૈયાર કરેલ શાકભાજીમાં જંતુનાશક દવાઓ વિના કુદરતી સેંન્દ્રિય ખાતરોના ઉપયોગવાળા ઓર્ગેનિક શાકભાજી મેળવી શકાય છે . 4. કિચન ગાર્ડનમાં વિવિધ પ્રકારના શાકભાજી પાકોની વાવણી કરવાથી ઘરની શોભામાં વધારો થાય છે. 5. ઘરમાં શાકનો બગાડ નિવારી શકાય છે. 6. માર્કેટ દૂર હોય તો આવવા-જવાના સમયની બચત થાય છે. 7. રાસાયણિક ખાતરોનો ઉપયોગ નહીં હોવાથી શરીરને આડઅસર થતી નથી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..