કાર્યક્રમમાં ગાયનેક દ્વારા માર્ગદર્શન અપાયું : છાત્રાઓને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરાયું મોરબી : લાયન્સ ક્લબ આયોજિત કાર્યક્રમમાં મોરબીના ગાયનેક ડો.હીનાબેન મોરી દ્વારા મહિલાઓને આરોગ્યલક્ષી મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું તથા બાળાઓને સેનિટરી પેડનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા મહિલા આરોગ્ય જાળવણી કાર્યક્રમ હેઠળ જે.એ.પટેલ મહિલા કોલેજ,પટેલ કન્યા છાત્રાલયમાં ૫૦૦૦ નંગ સેનેટરી પેડ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મોરબીના અનુભવી ગાયનેક ડો.હીનાબેન મોરી દ્વારા છાત્રાલયની બાળાઓને સેનેટરી પેડની ઉપયોગિતા,એના ફાયદા વિશે અને આરોગ્ય માટે જરૂરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું .સાથે મહિલાઓને આરોગ્યલક્ષી મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન ડૉ હીનાબેન મોરીએ સરળ રીતે સમજાવેલ હતું. આ પ્રોજેક્ટના ચેરમેન રશ્મિકાબેન રૂપાલા તેમજ મીનાક્ષીબેન કાવર,મહિલા કોલેજના મહિલા પ્રોફેસર હાજર રહીને દરેક બાળાઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ પ્રફુલભાઈ પટેલ,NSS મોરબીના કો-ઓર્ડીનેટર વનિતાબેન કગથરા તેમજ મહિલા પ્રોફેસરોએ ખાસ જહેમત ઉઠાવેલ હતી.આ કાર્યક્રમનુ સંચાલન દક્ષાબેન અઘારાએ કરેલ હતું.આ કાર્યક્રમ સફળ થવા બદલ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી વતી પ્રમુખ ટી.સી.ફૂલતરીયાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..