ડાઘીયાઓના વધતા ત્રાસ વચ્ચે હળવદના સૂર્યનગર ગામની ઘટના હળવદ : હળવદ પંથકમાં ડાઘીયા કૂતરાઓનો ત્રાસ માઝા મૂકી રહયો છે એવામાં તાલુકાના સૂર્યનગર ગામે શાળાએથી ભણીને ઘરે પરત ફરતા ખેતમજૂર બાળકને કુતરાઓએ પીખી નાખતા ગ્રામજનોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સૂર્યનગર ગામે રહેતા અને કિરીટભાઈ નામના આસામાની વાડીએ ખેતમજૂરી કરતા કાંતિભાઈ આદિવાસીનો છ વર્ષીય પૂત્ર રસિક દરરોજના નિત્યક્રમ મુજબ ગામની શાળાએથી ભણીને ઘરે પરત આવતો હતો ત્યારે ડાઘીયા કુતરાઓએ ઘેરી લઈ બચકાં ભરી લેતા રસિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઉલ્લેખનિય છે કે, હાલમાં સમગ્ર મોરબી જિલ્લામાં હડકવા વિરોધી રસીની તંગી છે ત્યારે હાલમાં રસિક નામના બાળકને અહીંના સુંદરગઢ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આ ગંભીર ઘટનાને કારણે ગ્રામજનો પણ ચિંતિત બન્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..