બીજા માળે ચડી ફસાયેલા કબૂતરને દોરીમાંથી મુક્ત કર્યું ટંકારા : ખાખી વર્દી જીવમાત્ર માટે સેવા, સુરક્ષા અને શાંતિ માટે કાર્ય કરે છે, જે ટંકારા પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કુરીયાએ બીજા માળે ફસાયેલા કબૂતરને દોરીમાંથી મુક્ત કરી ખુલ્લા આકાશમાં ઉડતું મૂક્યું હતું. પોલીસ લોકસેવા નહીં પરંતુ પ્રાણીસેવા પણ કરી બતાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતા ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કુરીયાએ શાંતિદૂત તરીકે ઓળખાતું કબૂતર બીજા માળે દોરીમાં ફસાય ગયું હતું. જેની સાગરભાઈને જાણ થતા તેઓએ બીજી મંજિલે ચડી કણસતા કબુતરનો જીવ બચાવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..