મેલબોર્ન સ્ટાર તથા સીડની થંડરની 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા રંગે હાથ ઝડપાયો : એકનું નામ ખુલ્યું મોરબી : ક્રિકેટનો સટ્ટો રમતા જુગારી કોઈપણ મેચ ઉપર સટ્ટો રમી રહ્યા છે ત્યારે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર પાનની દુકાન નજીક મોબાઈલ એપ્લિકેશન ઉપર ઓનલાઈન જુગાર રમતા એક શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી લેતા અન્ય એક શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ કોહીનુર પાનના ઓટા પાસે વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટી ગેઈટ વાળી શેરીમાં રહેતો રાજેશભાઈ રતીલાલ રાવલ ગુરૂ એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી મેલબોર્ન સ્ટાર તથા સીડની થંડર ની 20-20 ક્રિકેટ મેચ ઉપર રવાપર રોડ ઉપર રહેતા ધર્મેશ પટેલ સાથે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો હોય પોલીસે રાજેશ રાવલને રંગે હાથ ઝડપી લઈ 1800 રૂપિયા રોકડા તથા 5000 રૂપિયાનો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો. વધુમાં રાજેશ રાવલ સાથે ઓનલાઈન જુગાર રમનાર ધર્મેશ પટેલનું નામ ખુલતા પોલીસે ધર્મેશ વિરુદ્ધ પણ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી ધર્મેશને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..