પાંચ મહિનાથી પારકી જમીન ઉપર કબજો કરવો ભારે પડ્યો હળવદ : હળવદ શહેરની નજીક આવેલી કિંમતી જમીન ઉપર હળવદના પાંચ શખ્સોએ કબજો જમાવી લેતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે રહેતા હરદેવસિહ જયવંતસિહ ઝાલાની હળવદ રેવન્યુ સર્વે નંબર ૪૯૧ પૈકી ૨ની હે.આર.ચો.મી.૨-૪૦-૭૯ વાળી જમીન હળવદના શંકરપરામાં રહેતા ઠાકરશીભાઈ ગંગારામભાઈ લકુમ, ચંદ્રિકાબેન ઠાકરશીભાઈ લકુમ, હરજીવનભાઈ ગંગારામભાઈ લકુમ, ગાયત્રીબેન ઠાકરશીભાઈ લકુમ તથા જયશ્રીબેન ઠાકરશીભાઈ લકુમે છેલ્લા પાંચ માસથી પચાવી પાડતા હરદેવસિહ જયવંતસિહ ઝાલાએ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પગલાં ભરવા અરજી કરી હતી. દરમિયાન લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા આ કેસમાં ગુન્હો નોંધવા આદેશ કરતા હળવદ પોલીસ દ્વારા હળવદના પાંચેય આરોપીઓ વિરુદ્ધ કિંમતી જમીન પચાવી પાડવા મામલે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..