સાત વરસથી જમીન ઉપર કબજો કરી લેતા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી મોરબી : હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના પ્રભુભાઈ નામના આસામીની ખેતીની જમીન કુકાભાઈએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રાણીપાટ ગામે રહેતા અને સરંભડા ગામે ખેતીની જમીન ધરાવતા પ્રભુભાઇ ધમાભાઇ બાવળીયાની માલિકીની જમીન કુકાભાઇ ધારાભાઇ ભરવાડે પચાવી પાડતા હળવદ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો દાખલ કરાયો છે. વધુમાં આરોપી કુકાભાઈ ભરવાડે છેલ્લા સાતેક વર્ષથી પ્રભુભાઈની સરંભડા ગામના સર્વ નં.૮૧ ક્ષેત્રફળ ૧-૩૭-૫૯ હે.આરે વાળી જમીન પર ગેર કાયદેસર કબજો કર્યો હોય લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા તેઓની અરજી મંજુર કરાતા હળવદ પોલીસે આરોપી કુકાભાઈ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પઠાણ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..