મોરબી : મોરબીના નીચી માંડલ ગામે તાલુકા પોલીસે દરોડો પાડી ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી રૂ. 25 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડી રૂ. 1.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે કિશોરભાઈ બચુભાઇ બળોધરા રહે. નીચી માંડલ, હિતેશભાઈ વાણંદના મકાનમાં ભાડેથી રહેતા હોય, પોતાના ભોગવટાવાળા મકાન પાસે એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કાર નં. GJ-03-ER-2542માં ઈંગ્લીશ દારૂનું ચોરી છુપીથી વેંચાણ કરે છે. તેવી ચોકકસ હકીકતને આધારે રેઇડ કરતા ફોર્ડ કંપનીની ફીગો કારમાથી અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મી.લી.ની કાચની કુંપની બોટલ નંગ-૫૪ કિં.રૂ.૧૮,૩૦૦/- તથા કન્ટ્રી કલબ ડીલક્ષ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૧૮૦ મી.લી.ની બોટલ નંગ-૪૮ કી.રૂ.૭૨૦૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૫૦૦/- તથા ફોર્ડ કંપનીની જીજે ૦૩ ઇઆર કી. રૂ. ૧ લાખ મળી કૂલ રૂ.૧,૨૫,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોઢાણીયા તથા પો.સ.ઇ. વી.જી.જેઠવા, પો.હેડ.કોન્સ. સુરેશરભાઇ હુુંબલ, નગીનદાસ નીમાવત, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઇ ચાવડા, પો.કોન્સ. ફતેસુંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભાઈ ગુઢડા રોકાયેલ હતા.