ખનીજ ચોરી અટકાવવા સરપંચે કલેકટર અને ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી મોરબી : મોરબીના બેલા-રંગપર ગામે ખનીજ માફિયાઓ બેફામ બનીને મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યાની ફરિયાદ સાથે આ ખનીજ ચોરી અટકાવવા સરપંચે કલેકટર અને ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી છે અને તેમ છતાં ખાણ ખનીજ ચોરી બંધ ન થાય તો જનતા રેઇડ કરવાની ચીમકી ઉચ્ચારી છે. મોરબીના બેલા-રંગપર ગામના સરપંચ સુરેશભાઈ રૂગનાથભાઈએ કલેકટર અને ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી છે કે, બેલા-રંગપર ગ્રામ પંચાયતના સરકારી ખરાબામાં ખનીજ માફીયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. જેમાં બેલા ગામથી ખોખરા હનુમાનજી રોડ ઉપર જીઇબીની બાજુમાં છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે ખનીજ ચોરી ચાલી રહી છે. ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરીને કુદરતી સંપદાનને નુકસાન પહોંચાડી રહ્યા હોય એ ખનીજ ચોરી અટકાવવા માટે કડક કાર્યવાહી કરવાની તેઓએ માંગ ઉઠાવી છે. તેમ છતાં ખનીજ ચોરી બંધ ન થાય તો તેઓએ લોકોને સાથે રાખી ખનીજ ચોરી પર જનતા રેઇડ કરવાની ચીમકી આપી છે મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..