ઓમીક્રોન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા બન્નેના રિપોર્ટ પોઝિટિવ : રાજ્યમાં કુલ ત્રણ કેસ મોરબી : જામનગરમાં કોરોનાના નવો ઓમિક્રોન પોઝિટિવ કેસ નોંધાયા બાદ આ દર્દીના બે સગાના ટેસ્ટ પણ ઓમિક્રોન પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વમાં હાહાકાર મચાવી રહેલ કોરોના વાયરસના નવા ઓમીક્રોન વાયરસનો રાજ્યનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયા બાદ આ દર્દીના બે સગા વ્હાલાના સેમ્પલ પણ પુના મોકલવમાં આવ્યા હતા.જેમાં પુનાથી આવેલા રિપોર્ટ મુજબ આ દર્દીના પત્ની અને સાળો પણ ઓમિક્રોન પોઝિટિવ જાહેર થયેલ છે. બન્નેના રિપોર્ટ ઓમીક્રોન પોઝિટિવ જાહેર થતા જામનગરમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ગુજરાતમાં હવે કુલ ૩ ઓમિક્રોનના કેસ થયા છે. આ ત્રણેય કેસ જામનગરમાં જ નોંધાયા છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગ માટે ચિંતા વધી છે. જામનગરમાં ઓમિક્રોનના વધુ કેસ સામે આવ્યા છે.ત્યારે બન્ને દર્દીઓ પ્રથમ દર્દીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હોવાનું પણ સ્પષ્ટ બન્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..