મોરબી : અકસ્માતો માટે કુખ્યાત મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ત્રાજપર ચોકડીએ રસ્તો ઓળંગતા યુવાનને ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા પગ અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મોહનપુર ગામના વતની અને હાલમાં મેગા સીરામીક ઉંચી માંડલ ખાતે રહેતા મુકેશભાઇ રમેશભાઇ ડાવર નામનો યુવાન ગઈકાલે અગિયારેક વાગ્યાના અરસામાં ત્રાજપર ચોકડીએ રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે ટ્ર્ક ટેઇલર નંબર GJ-12- BV- 4796ના ચાલકે પૂર ઝડપે પોતાનું ટ્રેલર ચલાવી અચાનક વણાંક વાળતા મુકેશભાઈને પગ અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મુકેશભાઈની ફરિયાદના આધારે GJ-12- BV- 4796ના ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯, ૩૩૭ તથા એમ.વી.એક્ટ.૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..