વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાયાતી જામ્બુડીયા ગામે નદીના બેઠા પુલ પાસે સીમમા જવાના રસ્તા ઉપરથી પેન્ટના નેફામાં વિદેશીદારૂની બાટલી છુપાવીને નીકળેલા યુવાનને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાયાતી જામ્બુડીયા ગામે નદીના બેઠા પુલ પાસે સીમમા જવાના રસ્તા ઉપરથી શંકાસ્પદ રીતે નીકળેલા મૂળ થાનગઢના દેવપરા ગામના અને હાલ ભાયાતી જામ્બુડીયા ગામે ખેત મજૂરી કરતા લક્ષ્મણભાઇ કરશનભાઇ મકવાણાને અટકાવી તલાસી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ મેકડોવેલ નંબર વનની એક બોટલ કિંમત રૂપિયા 375 મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપીને અટકાયતમાં લીધો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..