ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ-લજાઈ ખાતે યોજાયેલ વર્કશોપમાં 100થી વધુ શિક્ષકોએ ભાગ લીધો મોરબી : શિક્ષણક્ષેત્રે આવતા બદલાવોને ધ્યાને લઈ મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન શેરિંગ વર્કશોપ ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ-લજાઈ ખાતે યોજાયો હતો.આ ઈનોવેશન શેરિંગ વર્કશોપમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી શિક્ષકો જોડાયા હતા તથા શિક્ષકોને શિક્ષણમાં આવતા ફેરફારો અંગે માહિતગાર કરવાની સાથે અવનવા ઇનોવેશનલ પ્રોજેક્ટ પણ રજૂ કરાયા હતા. ગુજરાત શૈક્ષણિક સંશોધન,તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત ઈનોવેશન શેરિંગ વર્કશોપ ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ-લજાઈ ખાતે યોજવામાં આવ્યો હતો.આ વર્કશોપમાં વિવિધ શાળાઓના 100 કરતા વધારે શિક્ષકો સામેલ થયા હતા. શિક્ષકોને શિક્ષણમાં થતા નવા - નવા સંશોધનો અંગે માહિતગાર કરાયા હતા તેમજ અગાઉના વર્ષોમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો અન્ય શિક્ષકો સામે રજૂ કર્યા હતા.આ સાથે આગામી સમયમાં યોજાનાર મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષકોએ પોતાની શાળામાં કરેલ નવતર પ્રયોગને રજૂ કરી અન્ય માટે પ્રેરણારૂપ બનવા માટે ખાસ મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં પાંચોટીયા જિતેન્દ્રભાઈ બદ્રકિયા, અનિલભાઈ ગોધાણી, બેચરભાઈ દલસાણીયા, વિજયભાઈ તન્ના અમિતભાઈ અને વાટકીયા પ્રવિણભાઈએ તજજ્ઞ તરીકેની કામગીરી કરી હતી.આ વર્કશોપને સફળ બનાવવા રાજકોટ ડાયેટના ડૉ.ગંગાબેન વાઘેલા, ડૉ.નિશાતબેન બાબી તેમજ ડૉ.પ્રશાંતભાઈ અંબાસણાએ પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..