મોરબી : ૬૬ કેવી ભરતનગર, ૬૬ કેવી ઘુંટુ તથા ૬૬ કેવી રંગપર સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોને જેટકોની યાદીમાં જણાવાયું છે કે ૧૧ કે.વી. ફિડરોને નીચે આપેલા સમયે વીજ પુરવઠો મળી શકશે નહીં. સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી પાવર કાપ મુકાશે. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. ૧૧ કેવી અમ્રુત ફીડર તા ૧૧ ડીસેમ્બરને શનીવારના રોજ ૦૮:૦૦ થી ૧૬:૦૦ વાગ્યા સુધી, ૧૧ કેવી બેલા ફિડર તા. ૧૩ ડીસેમ્બરને સોમવારે ૦૮:૦૦ થી ૧૬:૦૦ સુધી, ૧૧ કેવી પારકોસ ફિડર તા. ૧૪ને મંગળવારે ૦૮:૦૦ થી ૧૨:૦૦ સુધી, ૧૧ કેવી પારકોસ ફિડર તા. ૧૫ને બુધવાર ૦૮:૦૦ થી ૧૭:૦૦ સુધી બંધ રહેશે.