9 ડિસેમ્બર : આજે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ભ્રષ્ટાચારએ સૌથી જટિલ વૈશ્વિક, રાજકીય અને આર્થિક સમસ્યાઓમાંથી એક છે. દર વર્ષે 9 ડિસેમ્બરના દિવસે ભ્રષ્ટાચારની સામે જાગરૂકતા ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનો ઇતિહાસ 31મી ઓક્ટોબર, 2003થી શરૂ થાય છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભ્રષ્ટાચારના વિરોધમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ત્યારે 9 ડિસેમ્બરને ભ્રષ્ટ્રાચાર વિરોધી દિવસના રૂપમાં જાહેર કરવામાં આવ્યો હતો. જો કે તેનુ અનુકરણ ડિસેમ્બર, 2005થી કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને સંપૂર્ણ વૈશ્વિક સમુદાય (UNODC) ભ્રષ્ટાચાર-વિરોધી પ્રથા વિશે જાગરૂકતા જન્માવવા માટે મુખ્ય છે. આંતરરાષ્ટ્રીય વિરોધી દિવસનું મહત્ત્વ સમાજની સ્થિરતા અને સલામતી માટે ભષ્ટ્રાચાર ગંભીર સમસ્યા છે. કારણ કે ભ્રષ્ટાચારથી નૈતિક મૂલ્યો સંકટમાં મુકાય છે. તે વિશ્વના દરેક દેશોને અસર કરે છે. તે નૈતિક રીતે થતા કાર્યોમાં વફાદારીનો નાશ કરી શકે છે. ભષ્ટ્રાચાર લોકશાહીને નબળી કરે છે, સરકારને અસ્થિર બનાવે છે. અને દેશોને આર્થિક ધોરણે પાછળ ધકેલે છે. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટ્રાચાર વિરોધી દિવસ રાજકીય નેતાઓ, સરકાર, કાયદાકીય સંસ્થાઓ અને વિવિધ જુથને સાથે મળીને ભ્રષ્ટ્રાચાર સામે લડવા માટે જાગૃત કરે છે. આ દિવસે ભ્રષ્ટાચારનો વિરોધ કરવા અને તેની સામે અસરકારક રીતે લડત આપવા માટે સામાન્ય લોકોને જોડવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર એ એક ગંભીર ગુનો છે, જે સામાજિક વિકાસને નુકશાન કરે છે. ભ્રષ્ટાચાર અનેક રીતે દેશના આર્થિક વિકાસને પણ રૂંધવાનું કામ કરે છે. ભ્રષ્ટ્રાચાર ચૂંટણીની પ્રક્રિયાઓને વિકૃત કરે છે, કાયદાને નુકશાન કરે છે. સરકારો, ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ, મીડિયા અને વિશ્વભરના નાગરિકો ભ્રષ્ટ્રાચાર સામે લડવા માટે જોડાઈ રહ્યા છે. ત્યારે લોકતાંત્રિક સંસ્થાઓના પાયા બચાવવા માટે ભ્રષ્ટાચારના મૂળને ઉંડા થતા રોકવાની આવશ્યકતા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..