ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માળીયા મીયાણા પોલીસ માળીયા : માળીયા મિયાણા પોલીસ ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડી કિંગ ફિશર બિયરના 264 ડબલા સાથે એક આરોપીને ઝડપી લઈ ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે. માળીયા પોલીસ ટીમે બાતમીને આધારે માળીયા શહેરના માતમચોક ખોડવાસ પાસે રહેતા સીદીકભાઇ જીવાભાઇ મોવરના રહેણાંકમાં દરોડો પાડી કિંગ ફિશર કંપનીના 264 ટીન કિંમત રૂપિયા 26,400 જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ સફળ કામગીરી માળીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.