શિયાળાના આગમન સાથે શિયાળુ ફળો બજારમાં આવી ગયા છે. શિયાળા દરમિયાન સીતાફળ, આમળા, બોર, જામફળ, સફરજન, મોસંબી, સંતરા, દાડમ, કેળા, શેતુર, પપૈયું, પાઈનેપલ, કીવી, શેરડી જેવા ઔષધીય ફળોએ રોગ પર કાબુ મેળવવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં એન્ટી ઑક્સીડેન્ટ ગુણધર્મો હોય છે, જે શરીરને ફ્રી રેડિકલથી થતા ડેમેજને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. ફળોમાં ભરપૂર પાણી રહેલું છે, જેનાથી શરીરમાં મોઇશ્ચર જળવાઈ રહે છે 1. કેળાં કેળાં કેલ્શિયમનો સ્રોત છે અને વિટામિન B6, B5 અને વિટામિન Cના પાવરહાઉસ કહી શકાય. એ શરીરને એનર્જી આપે છે. કેળામાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. તેમાં રહેલા વિટામિન ‘ઈ’ અને ‘સી’ને કારણે ત્વચાને ભેજ મળે છે અને ત્વચામાં ચમક આવે છે. 2. આમળાં આમળાંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન C રહેલ છે પરંતુ તે કાર્બોહાઈડ્રેટ અને ફાયબરનો પણ સ્રોત છે. આમળાં પાચનમાં સહાયરૂપ છે. વાળની ગુણવત્તા સુધારે છે. શરીરમાં કેલ્શિયમના એબસોર્પ્શનને વધારે છે અને ડાયાબિટીસના નિયંત્રણ માટે અસરકારક છે. નેચરલ કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં પણ ઉપયોગમાં લેવાય છે. તે લોહીને શુદ્ધ કરીને ત્વચાને નિર્મળ અને ચમકતી બનાવે છે. 3. શેતૂર શેતૂરમાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ, આયર્ન અને બીટા-કેરોટીન હોય છે. શેતૂર ખાવાથી વૃદ્ધત્વ મોડું આવે છે. એનિમિયા થતો અટકાવે છે તેમજ તે ખાવાથી કબજિયાત મટે છે. 4. દાડમ દાડમ વિટામીન K, ફોલેટ, વિટામીન C જેવા વિટામીનથી સમૃદ્ધ છે. દાડમ હાઈબ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. શરીરને હાઇડ્રેટ્સ રાખે છે અને દાંતમાં પ્લેક થતા રોકે છે. આ ફળ ઉત્તમ રિજિવેનેટર (નવનિર્માણ કરનાર) છે. દાડમમાં ત્વચાના છિદ્રોને સાફ કરવાની શક્તિ છે. શિયાળામાં દાડમનું સેવન સ્વસ્થ બનાવે છે. 5. પપૈયું પપૈયું વિટામિન ‘એ’થી ભરપૂર છે. પપૈયામાં એવા એન્ઝાઈમ્સ હોય છે, જે ત્વચાના મૃતકોષોને દૂર કરીને ત્વચાને તેજસ્વી બનાવે છે. આ એન્ઝાઈમ્સ એન્ટિ-ઓક્સિડન્ટની જેમ કાર્ય કરે છે. અને ત્વચાના મૃતકોષોને દૂર કરે છે. પપૈયાના સેવનથી ત્વચા તાજગીભરી બને છે. 6. પાઈનેપલ પાઈનેપલ વિટામિન ‘સી’નો ભંડાર ગણાય છે. શિયાળામાં સૂકી, ફાટેલી ત્વચામાં ધૂળ-રજકણો સહેલાઈથી લાગે છે. જેથી ખીલ-ફોડકીની સમસ્યા વધે છે. પાઈનેપલ એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તેથી, તે ખીલ, ડાઘા બ્લેકહેડ્સને દૂર કરવામાં ઉપયોગી છે. તે છિદ્રોને સાફ કરતું હોવાથી ત્વચા નિર્મળ બને છે. 7. સીતાફળ સીતાફળમાં વિટામિન ‘એ’ અને ‘સી’ હોય છે. આ બંને વિટામિન્સ શરીરમાંના હાનિકારક તત્ત્વો (ફ્રી રેડિકલ્સ)નો સામનો સારી રીતે કરે છે. તે ત્વચાને ભીનાશ આપીને સ્વસ્થ બનાવે છે. તે નેચરલ સ્ક્રબ પણ છે. રોજ સીતાફળનો રસ પીવાથી ત્વચા નવનિર્માણ પામે છે. 8. કીવી કીવીમાં વિટામિ ‘સી’ વધારે માત્રામાં હોય છે. જે કોલાજન નામના ત્વચાના કનેક્ટિવ-ટિશ્યૂ-પ્રોટીનને બનાવીને ત્વચાને ચુસ્ત રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલું વિટામિન ‘ઈ’ ત્વચાને મુલાયમ રાખે છે. 9. બોર બોરમાં લો સોલ્ટ અને પોટેશિયમ કન્ટેન્ટ હોય છે, જે બ્લડ પ્રેશર લેવલને મેઇન્ટેન રાખે છે. પોટેશિયમ લોહી લઈ જતી નસોને રીલેક્સ રાખે છે. બોરનું સેવન હાડકાને વધુ મજબૂત બનાવે છે. 10. શેરડી શેરડી લીવરને સક્રીય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખુબ હીતાવહ છે. શેરડીનો રસ પીવા કરતાં શેરડી ચાવીને ખાવી વધુ હીતાવહ છે. શેરડી જમવા પહેલાં ખાવાથી પીત્તનો નાશ થાય છે. રક્તસ્રાવમાં (જો ડાયાબીટીસ ન હોય તો) શેરડી ખુબ હીતાવહ છે. શેરડીનો રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હરડે સાથે લેવાથી પીત્તના રોગો અને સુંઠ સાથે લેવાથી વાયુના રોગો મટે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..