મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વરથી પાનેલી જવાના રોડ ઉપરથી તાલુકા પોલીસે અપાચે બાઈક ઉપર દેશી દારૂની હેરફેર કરતા શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં કેડા સીરામીક નજીકથી પોલીસે અપાચે બાઈક ઉપર 90 લીટર દેશી દારૂ લઈને નીકળેલા મચ્છોનગરના સુનીલભાઇ ભગવાનજીભાઇ વરાણીયાને ઝડપી લઈ દેશી દારૂ તેમજ એક લાખની કિંમતનું અપાચે બાઈક જપ્ત કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..