મોરબી : ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હસ્તકના સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો દ્વારા અપાતી પરીક્ષાના પરિણામને સરકારમાં માન્ય રાખવામાં આવતા ન હતા. આ મુદ્દે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવતા હાઈકોર્ટે આંબેડકર યુનિવર્સિટી હસ્તકના સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી ત્રિપલ સી અને ત્રિપલ સી પ્લસ પરીક્ષા પાસ કરી હોય તો તેવા સર્ટીફીકેટ માન્ય રાખવા આદેશ કર્યો છે. હાઈકોર્ટના આદેશ પછી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ સિમરન પોપટાણીએ આ સંદર્ભે એક ખાસ પરીપત્ર જાહેર કરીને આંબેડકર યુનિવર્સિટીના સરકાર માન્ય પરીક્ષા કેન્દ્રો પરથી આવી ૨૦૦ માર્કની પરીક્ષાના પ્રમાણપત્રોને માન્યતા આપવામાં આવી હોવાની જાહેરાત કરી છે. સરકારે પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે સરકારી સેવામાં નિમણૂક પામેલ અધિકારીઓ અને કર્મચારીઓએ આંબેડકર યુનિવર્સિટીના કેન્દ્રોમાંથી આવી પરીક્ષા પાસ કરી હશે તો તેના પ્રમાણપત્રોને પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા માટે માન્ય ગણવામાં આવશે.સરકારના આ હુકમથી પંચાયત સેવા તથા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશનના અધિકારીઓને પણ લાભ થયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..