બી ડિવિઝન પોલીસે રેઇડ કરી દારૂ છુપાવનારા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમેં ગતરાત્રે બાતમીના આધારે નવલખી રોડ મિલન પાર્ટીપ્લોટ પાછળ ઇંટના ભઠ્ઠા પાસે વોંકળાની જગ્યામાં રેઇડ કરી બાવળની કાંટમાં છુપાવેલ તથા જમીનમાં દાટેલો રૂ.62 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો હતો અને બી ડિવિઝન પોલીસે દારૂ છુપાવનારા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પીઆઇ વી. એલ.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસોએ ગતરાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન પો.હેડ.કોન્સ. વનરાજભાઇ ચાવડાને મળેલી ચોક્કસ બાતમી હકિકત આધારે નવલખી રોડ મિલન પાર્ટીપ્લોટ પાછળ ખીમજીભાઇના ઇંટના ભઠ્ઠા પાસે વોંકળાની જગ્યામાં રેઇડ કરી બાવળની કાંટમાં છુપાવેલ તથા જમીનમાં દાટેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મીલી કાચની કંપની શીલ પેક કુલ બોટલો નંગ-૧૬૧ કિ.રૂ.૬૨,૧૧૫નો મુદામાલ શોધી કાઢી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો છુપાવી સ્થળ પર હાજર નહીં મળી આવનાર અમરતભાઇ વિઠ્ઠલભાઇ પાડલીયા પ્રજાપતિ કુંભાર રહે.હાલ નવલખી રોડ મિલન પાર્ટીપ્લોટ પાછળ ખીમજીભાઇના ઇંટના ભટ્ટે મોરબી મુળ રહે દેગામ તા.પાટડી જી.સુ.નગર વાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના પો.હેડ કોન્સ વનરાજભાઇ ચાવડા તથા પ્રદિપસીહ ઝાલા, પો.કોન્સ.કેતનભાઇ અજાણા, દેવશીભાઇ મોરી, ઇકબાલભાઇ સુમરા, ભરતભાઇ ખાંભરા તથા કિર્તીસિંહ જાડેજાએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..