મોરબી તાલુકા પંચાયતના સદસ્ય, મોરબી તાલુકા ભાજપ, રાજપર (કું) ગ્રામ પંચાયત, ઓમનગર ગ્રામ.પંચાયત દ્વારા હાઈવેના રિપેરીગની માંગ મોરબી : મોરબી તાલુકાના આમરણથી પીપળીયા ચાર રસ્તા સુધીનો હાઇવે લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે. લાંબા અંતરનો આ હાઇવે ઘણા સમયથી ખાડા-ટેકરાવાળો થઈ જતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી સ્થાનિક અગ્રણીઓએ આમરણથી પીપળીયા ચાર રસ્તા સુધીનો હાઇવેનું યોગ્ય રિપેરીગ. કરવાની માંગ ઉઠાવી છે. મોરબી તાલુકા પંચાયતના સદસ્ય રંજનબેન બાવરવા, રાજપર (કું) ગ્રામ પંચાયતના સરપંચ મનોજભાઈ ધોરીયાણી, મોરબી તાલુકા ભાજપના અગ્રણીઓ જાગૃતિબેન વાઘડિયા અને યોગેશભાઈ વાઘડિયા, ઓમનગર ગ્રામ પંચાયતના સરપંચ મનોજભાઈ શેરસિયાએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના આમરણથી પીપળીયા ચાર રસ્તા સુધીનો હાઇવે ઘણા સમયથી ભંગારમાં ફેરવાય ગયો છે. ઠેરઠેર ખાડા અને એક્દમ ઘુળીયા માર્ગથી વાહનો પણ નીકળી ન શકે તેવી ખરાબ હાલત છે. આથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. તેથી વહેલાસર આ હાઇવેનું યોગ્ય રીતે રિપેરીગ કરવાની માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..