વાહન ચેકીંગ દરમિયાન વડોદરાનો શખ્સ પીધેલ હાલતમાં ઝડપાયો મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શનાળા નજીકથી એક શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લઈ વાહન ચેકીંગ દરમિયાન અન્ય એક ઇસમને પીધેલી હાલતમાં ઝડપી લઈ બે લાખની કિંમતની કાર કબ્જે કરી હતી. સિટી એ ડિવિઝન પોલીસે શનાળાના પંકજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને મેકડોવેલ નંબર વનની બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા કિસ્સામાં મોરબી એ ડિવિઝન પોલીસે મૂળ લીમડી હાલ વડોદરાના રહેવાસી રાજદીપસિંહ દીલુભા ઝાલાને ઝેસ્ટ ગાડીમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઈ બે લાખની કિંમતની કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..