બ્રહ્મસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ હોદેદારોની બેઠક યોજાઈ મોરબી : મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ પાંખના હોદેદારોની નિમણૂક બાદ પ્રથમ મિટિંગ મળી હતી. જેમાં નવનિયુક્ત હોદેદારોનો પરિચય તથા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં અને જય પરશુરામ, જય મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોરબી પરશુરામ ધામ ખાતે ગત તા. ૦૫.૧૨.૨૦૨૧ ના રોજ સાંજે જિલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના તમામ હોદેદારોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઇ ઓઝા, મહિલા પાંખના મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિરણબેન ઠાકર, મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, એડવોકેટ એન. એન. ભટ્ટ, નરેન્દ્રભાઈ જોષી (નરુમામા) દ્વારા વિવિધ હોદેદારોની વરણીને આવકારવામાં આવી હતી અને ભગવાન પરશુરામનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતુ. આ તકે મોરબી તથા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી અગ્રણીઓ, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત બ્રહ્મદેવો દ્વારા પોતાના મંતવ્યો તથા સૂચનો રજૂ કરવામાં આવેલ તેમજ આગામી દિવસોમાં આવનાર સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપવા બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ બ્રહ્મસમાજના સર્વાંગી વિકાસ તેમજ સંગઠન, એકતા તથા અરસપરસ સહકાર આપવાની બાબતે અગ્રણીઓ દ્વારા વિશેષ મહત્વ આપેલ હતું. મહાસભામાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા ભગવાન પરશુરામદાદાની સમૂહ આરતી ઉતારી બ્રહ્મભોજન કરવામાં આવ્યું હતુ. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..