મોરબી : રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાની ભક્તિનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. મોરબી જિલ્લામાં અનેક ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે. ત્યારે ભક્તિનગર ગામ પણ સમરસ બન્યું છે. ભક્તિનગર ગામમાં ચૂંટણી યોજાયા વિના સર્વાનુમતે સરપંચ તરીકે મહેન્દ્રભાઈ દેવજીભાઈ આદ્રોજાની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રવાપર (નદી)માંથી ભક્તિનગર ગામ 21 વર્ષથી અલગ થયેલ છે. ભક્તિનગરમાં પ્રથમ ત્રણ ટર્મમાં સમરસ ગ્રામ પંચાયત બની હતી. ત્યારબાદ ગત ટર્મમાં ચૂંટણી કરીને સરપંચની નિમણુંક કરવામાં આવી હતી. આ વખતે ફરીવાર ગામના વિકાસ માટે ભક્તિનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..