ટંકારા : મોરબીના મહારાજા લખધીરસિંહએ વસાવેલા ટંકારા તાલુકાના લખપતિ એવા લખધીરગઢમાં એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. આ ટર્મમાં પણ ગામે સમરસ બની પરંપરા જાળવી રાખી છે. આ વખતે સરપંચ પદે મગનભાઈ નાનજીભાઈ વિઠલાપરા, સભ્યો તરીકે ધર્મનિષ્ઠાબેન સુભાષભાઈ ઢેઢી, અમરશીભાઈ રણછોડભાઈ ભાગિયા, નિતીનકુમાર વાલજીભાઈ બોડા, કિશોરભાઈ ઓધવજીભાઈ સવસાણી, શોભનાબેન રજનીકાંતભાઈ પનારા, દક્ષાબેન રમેશભાઈ કંકાસણીયા અને દક્ષાબેન જીતેન્દ્રભાઈ સોલંકી પંચાયતના સુકાની પદ સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યનું આધુનિક ગામ લખધીરગઢ છે અને અનેક એવોર્ડ વિજેતા રહી ચુકેલી લખધીરગઢ ગ્રામ પંચાયત પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવવા ફરી પાંચ વર્ષ શાસન કરશે.