સમૂહ લગ્નોત્સવમાં જોડાવા ઇચ્છુકોએ તા.17/1/2022 સુધીમાં ફોર્મ ભરી દેવાના રહેશે મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ, પી.જી. પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા પ૧ દીકરીઓ માટે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માંગતા ઇચ્છુકોએ તા.17/1/2022 સુધીમાં ફોર્મ મેળવી જમા કરી દેવાના રહેશે. મોરબી શહેરમાં આવેલ પી.જી.પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા છેલ્લા ૧ર વર્ષથી ગંગાસ્વરૂપ બહેનોને દર મહિને અનાજ, કપડાઓ, દવાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે સમૂહલગ્નનું આયોજન પણ થાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધવા-વિધુરની પ૧ દીકરીઓ માટે આગામી તા.૧૭/૦ર/ર૦ર૨ને ગુરુવારના રોજ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવમાં વિધવા, વિધુર કે કોરોના મહામારીમાં દિવંગત થયેલ માતા-પિતાના સંતાનોની પ્રથમ પસંદગી કરવામાં આવશે.ત્યારબાદ વંચિત જાતિ અને આર્થિક પછાત હોય તેવા પરિવારની દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે. આ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા ઇચ્છતા હોય તેવા પરિવારજનો જેમની દીકરીની ઉમર ૧૮ વર્ષ પૂર્ણ અને દીકરાની ર૧ વર્ષ પૂર્ણ થયેલ હોય તેના ર(બે) ફોટા, ઓરીજનલ જન્મ પ્રમાણપત્ર સાથે વાત્સલ્ય ટ્રસ્ટ ઓફીસ, ડૉ. પરેશ પારીઆ, પ્રાગટય ક્લિનિક,આંબેડકર કોલોની, રોહિદાસ પરા મેઈન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, મોરબી, મોબાઈલ નંબર - ૮૭૩ર૯ ૧૮૧૮૩નો સંપર્ક કરી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ સુધીમાં ફૉર્મ મેળવી લઇ તા.૧૭/૦૧/ર૦રર સુધીમાં જરૂરી તમામ કાગળો સાથે જમા કરાવવાના રહેશે. આ સમૂહ લગ્નોત્સવમાં આયોજક તરીકે સેવા કરવા માંગતા યુવાન મિત્રો પણ ડૉ. પરેશ પારીઆનો સંપર્ક કરી શકે છે. તેમજ ગંગા સ્વરૂપ સહાય સમિતિના દેવકરણભાઈ આદ્રોજા, ચંદ્રકાંતભાઈ દફતરી અને ટી.સી.ફુલતરીયાએ દાતાઓને તેમના નંબર પર અથવા મો. નં.૯૮રપર ર૩૧૯૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..