આગમાં ઘરવખરી નાશ પામી, બે ફાયર ફાઈટરની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા એક મકાનના પ્રથમ માળે ભીષણ આગ લાગી હતી. આ આગમાં ઘરવખરી નાશ પામી હતી.જો કે, હાલ ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા ફાયર ફાઈટરની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા મકરાણી ગિરીશભાઈ જાદવજીભાઈના મકાનમાં આજે બપોરના 12 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.જેમાં આ મકાનના પ્રથમ માળે આગ લાગતા ઘરવખરી આગમાં લપેટાઈ ગઈ હતી અને આગમાં તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી.જો કે મકાન માલિકના કહેવા મુજબ તેમના મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવાના પ્રયાસો હાથ ધર્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..