મોરબી : એમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃધ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે. જામનગરમાં અતિ ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયંટનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. નવા વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રાખવામાં આવી રહી છે. હાલમાં નવા વેરિયન્ટ વાળા આ દર્દીને અલગ વ્યવસ્થા સાથે સારવાર શરૂ કરવામાં આવી છે. નવા વોરીયન્ટ સાથેના આ દર્દીને લઈ આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..