દરરોજ વહેલી સવારે 20 જેટલા ઉમેદવારોને ફ્રીઝીકલ ટ્રેનિંગ આપે છે ટંકારા : આગામી સમયમાં રાજ્યના પોલીસ દળમાં મોટાપાયે ભરતી થવાની છે.તેથી પોલીસ દળમાં જોડાવવા માટે ટંકારા પંથકના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટંકારાના વીરવાવ ગામે પોલીસની ભરતીમાં જોડાવવા ઇચ્છતા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એસઆરપીના નિવૃત અધિકારી આગળ આવ્યા છે. તેઓ દરરોજ વહેલી સવારે 20 જેટલા ઉમેદવારોને ફ્રીઝીકલ ટ્રેનિંગ આપે છે. ટંકારાના વીરવાવ ગામે પોલીસની ભરતી માટે સઘન તાલીમ આપવા માટે ફિઝિકલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જેમાં યુવાનોને પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન સાથે ફ્રીઝીકલ ટ્રેનિંગ આપવા માટે એસઆરપીના નિવૃત પીઆઇ ફકીરભાઈ ગમારાએ ઉમદા પહેલ કરી છે અને તેઓ છેલ્લા બે મહિનાથી દરરોજ વહેલી સવારે મેદાનમાં જઈને યુવાનોને વિનામૂલ્યે રનિંગ સહિતની સઘન ટ્રેનિંગ આપે છે. આશરે 20 જેટલા ઉમેદવારો પણ ઉત્સાહિત થઈને દરરોજ સઘન તાલીમ લઈને પોલીસની ભરતી માટે પોતાના શરીરને એકદમ સ્ફૂર્તિમય બનાવી રહ્યા છે મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..