સ્થાનિક અગ્રણીઓ અને આરોગ્ય વિભાગે સરાણીયા સમાજના લોકોમાં રસીકરણ વિશેની ગેરમાન્યતાઓને દૂર કરી કોરોનાની લડાઈ સામે સુરક્ષિત કર્યા મોરબી : મોરબીના ત્રાજપર-2 વિસ્તારમાં રહેતા સરાણીયા સમાજના લોકોમાં શરૂઆતથી કોરોના રસીકરણ વિશે કેટલીક ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ હતી અને આ લોકો રસીકરણ કરાવવા તૈયાર જ થતા ન હતા તેથી સ્થાનિક અગ્રણીઓ અને આરોગ્ય વિભાગે સરાણીયા સમાજના લોકોમાં રસીકરણ વિશેની ગેરમાન્યતાઓને દૂર કરીને જાગૃત કર્યા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા આ લોકોનું પણ અંતે રસીકરણ કરાયું હતું. મોરબીના ત્રાજપર-2 વિસ્તારમાં રહેતા સરાણીયા સમાજના લોકો અશિક્ષિત હોવાથી કોરોના રસીકરણ વિશેની અફવામાં દોરાઇને રસીકરણ લેવા તૈયાર જ થતા ન હતા. આથી સરાણિયા સમાજના આગેવાન મેપાભાઈ નાથાભાઈ સરાણિયાએ પોતાના સમાજના લોકોને રસીકરણ કરાવવા માટે ખૂબ જ સમજાવીને જાગૃત કર્યા હતા. તેમજ આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઘુંટુ હસ્તક ત્રાજપર 2ના (સરાણીયાવાસ) ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હર ઘર દસ્તક અંતર્ગત લોકોને જાગૃત કરીને કોવિડ 19 રસિકરણ વિશે સમજાવીને લોકોને રસી લેવા માટે પ્રેરિત કરીને રસીકરણ કરવામાં આવ્યું હતું.અંતે ત્રાજપર-2 વિસ્તારમાં રહેતા સરાણીયા સમાજના લોકો કોરોનાની રસી લેવા તૈયાર થયા હતા. સરાણિયા સમાજના આગેવાન મેપાભાઈ નાથાભાઈ સરાણિયાના માર્ગદર્શન હેઠળ રસીકરણનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ સ્ટાફ ડૉ. જીજ્ઞેશસર પંચાસર FHS-એ. વી.મુછડીયા, MPHW-ભટ્ટ દીપ,કુબાવત કરણ ,મિત મેંદપરા,રવી દેગમા FHW-હિના પરમાર , સીમા પરમાર હાજર રહ્યા હતા. આ રસીકરણ અંતર્ગત 65 થી 70 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ. જો કે કોરોનાના નવા એક અવતારનો મોટો ખતરો હોવાથી રસીકરણમાં બાકી રહેલા તમામ લોકોને રસી લેવા જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ અનુરોધ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..