સામાજિક કાર્યકર દ્વારા નગરપાલિકાને રજૂઆત મોરબી : મોરબીના વોર્ડ નં.-11ના વિસ્તારોના રોડ-રસ્તા નવા બનાવી આપવામાં આવેલ છે. પરંતુ ઘણી એવી સુવિધાઓ છે કે જેનાથી મોરબીના વોર્ડ નં.-11ના લોકો વંચિત છે. તેથી, સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ મોરબી નગર સેવા સદનના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને પત્ર લખીને બાકી રહેતી સુવિધાઓ પુરી કરવા રજૂઆત કરી છે. તેઓએ રજૂઆત કરી છે કે મોરબીના વોર્ડ નં.-11 ખાતે શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કાઉન્સિલર દ્વારા નવા રોડ બનાવડાવી આપવામાં આવેલ છે. ત્યારે બાકી રહેતી સુવિધા જેવી કે જ્યાં સ્ટ્રીટ લાઈટ નથી તેવા સ્થળો પર સ્ટ્રીટ લાઈટ નાખવી, જ્યાં રીપેરીંગની જરૂર હોય ત્યાં રીપેરીંગ કરાવડાવું, વિસ્તારોમાં કચરા ગાડી મુકાવડાવી તેમજ ભૂગર્ભની કુંડીમાં માટીનો ભરાવો જેટી મશીનના પ્રેશરથી સાફ કરાવડાવો વગેરે જેવી સુવિધાઓનો લોકોને લાભ આપવા અપીલ કરી છે. આ ઉપરાંત, મેઈન રોડ નવો બનાવવાની કામગીરી વહેલી તકે થાય અને આંગણવાડીમાંથી ગંદકી દૂર કરાવવાની સાથે બાકી રહેતી સુવિધાઓ વહેલી તકે આપવા માંગ કરાઈ છે મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..