કોંગ્રેસ અગ્રણીએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી મોરબી : મોરબી નગરપાલિકા વિસ્તાર માં આવેલ વોર્ડ નંબર ૩માં નગરપાલિકા દ્વારા સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાખી ફરતી દિવાલ બનાવવામાં આવી છે. તેવીજ રીતે સામાકાઠે વિસ્તારના ઘણી બધી સોસાયટીમાં સાર્વજનિક પ્લોટ આવેલા છે એ સોસાયટીના રહેવાસીઓને એ પ્લોટ ઉપયોગમાં આવે અને અન્ય કોઈ પ્લોટમાં દબાણ ના કરે તે માટે વોર્ડ નંબર ૩ના તમામ સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાખી ફરતી દીવાલ બનાવવાની માંગ સાથે કોંગ્રેસ અગ્રણીએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી છે. મોરબી કોંગ્રેસના અગ્રણી મહેશભાઈ રાજ્યગૃરુંએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી છે કે, વોર્ડ નંબર 3માં આવેલ રોટરી નગરના સાર્વજનિક પ્લોટની ફરતે દિવાલ બનાવવા, ન્યુ રીલીફ નગર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાખી ફરતી દિવાલ બનાવવા, રીલીફનગર અને રોટરીનગર પાસે આવેલા હનુમાનજીના મંદિર પાસે પેવર બ્લોક નાખવા, રામકૃષ્ણ પ્રાથમિક શાળા પાસે આવેલ સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાખવાં, ભાગ્યલક્ષ્મી સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં સહિતના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોક નાખી ફરતી બાઉન્ડ્રી બનાવી આપવામાં આવે તો આ સાર્વજનિક પ્લોટ લોકોને ઉપયોગી બને અને પ્લોટમાં દબાણ કરે છે એ એટકી જશે. વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં તાત્કાલિક મોરબી નગરપાલિકા દ્વારા પેવર બ્લોક અને સાર્વજનિક પ્લોટની ફરતે દિવાલ કરવામાં આવે તો વિસ્તારના રહીશોને ઉપયોગમાં આવશે અને સાર્વજનિક પ્લોટમાં થતું દબાણ અટકશે તો આ બાબતે ધ્યાનમાં લઈ નગરપાલિકા દ્વારા પ્રજાહીતમાં નગરપાલિકા દ્વારા અન્ય સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક અને ફરતી દિવાલ બનાવવામાં આવેલ છે તેવી જ રીતે ઉપર જણાવેલા વિસ્તારમાં બનાવી આપવામાં આવે તેવી માગણી કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..