મોરબી : મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા કાલે રવિવારે વૈકુંઠ રથનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મોરબી સતવારા સમાજની સેવા અર્થે ચાલી રહેલ ફ્રી સેવાઓમાં શ્રધ્ધાંજલી સેવા, એસી ઓકિસજન એમ્બ્યુલન્સ સેવા બાદ આપ જ્ઞાતીજનો તેમજ દાતાઓના સહયોગથી વધુ એક ફ્રી સેવાનું લોકાપર્ણ કરવામાં આવશે. જેમાં અંતિમ યાત્રાબસ (વૈકુંઠ રથ) મુખ્ય દાતા પરમાર પરીવારના વરદ હસ્તે તા.5ને રવીવારના દિવસે શિવમ હોલ, સતવારા એસ્ટેટના નાકે, પંચાસર રોડ ખાતે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટને અર્પણ કરાશે. આ કાર્યક્રમમાં સાંજે 5 કલાકે વૈકુંઠરથના મુખ્ય દાતા સ્વ. જેઠાભાઇ મલાભાઇ પરમારના સ્મરણાર્થે ગં.સ્વ. ભારતીબેન જેઠાભાઇ પરમાર અને તેના પુત્રો કલ્યાણજીભાઇ જેઠાભાઇ પરમાર તથા દયારામભાઇ જેઠાભાઇ પરમાર તથા વૈકુંઠરથના અન્ય દાતાઓનું સન્માન કરાશે. સાંજે 5-30 કલાકે વૈકુંઠરથના મુખ્ય દાતા પરમાર પરિવારના વરદ હસ્તે સમસ્ત મોરબી સતવારા સમાજ તથા અન્ય તમામ જ્ઞાતીજનોની સેવા અર્થે વૈકુંઠરથનું લોકાર્પણ કરાશે. અને સાંજે 6 કલાકે સમુહ ભોજન રાખવામાં આવેલ છે. આ અવસરે ઉપસ્થિત રહેવા જ્ઞાતિજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..