4 ડિસેમ્બર : 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતના વિજયની યાદમાં ઉજવાય છે નૌસેના દિવસ દેશમાં નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. 'ઓપરેશન ટ્રાઇડેન્ટ' હેઠળ 4 ડિસેમ્બર, 1971 ના રોજ ભારતીય નૌકાદળએ પાકિસ્તાનના કરાચી નૌસેના પર હુમલો કર્યો હતો. આ ઓપરેશનની સફળતા ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે દર વર્ષે નૌસેના દિવસ ઉજવાય છે. ભારતીય નૌસેના ભારતીય સૈન્યનું સામુદ્રિક અંગ છે. જેની સ્થાપના 1612માં થઇ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મરીન તરીકે સેના રચી હતી. જેણે પછીથી રોયલ ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું. ભારતની આઝાદી પછી 1950માં નૌસેનાની રચના ફરી થઈ અને તેને ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું. ભારતીય નૌસેનાએ જળ સીમામાં અનેક મોટી કાર્યવાહીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 1961માં નૌસેનાએ ગોવાને પુર્તગાલીયોથી સ્વતંત્ર કરવામાં થલ સેનાની મદદ કરી હતું. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં આપણે વિજયી થયા હતા. આ યુદ્ધને 'ઓપરેશન ટ્રાઇડન્ટ' તરીકે ઓળખવામાં આવે છે. ભારતની જીતની ઉજવણી માટે દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે મનાવવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા 3 ડિસેમ્બરે આપણા હવાઇ વિસ્તાર અને સીમાવર્તી વિસ્તારમાં હુમલો કરાયો હતો. આ હુમલાએ 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે 'ઑપરેશન ટ્રાઇડેન્ટ' શરૂ કરાયું હતું. આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના કરાચી સ્થિત મુખ્ય મથકને નિશાન બનાવી શરૂ કરાયું. એક મિસાઇલ બોટ અને બે યુદ્ધ-વાહનની એક આક્રમણકારી જૂથે કરાચી કિનારા પર જહાજોના જૂથ પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં પ્રથમ વખત જહાજ પર હુમલો કરનાર એન્ટિ શિપ મિસાઈલથી હુમલો થયો હતો. આ હુમલામાં પાકિસ્તાનના ઘણા જહાજ નષ્ટ કરાયા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઓઇલ ટેંકર પણ નષ્ટ થયા હતા. આ રીતે ભારતીય સૈન્યનાં સૈનિકોએ પાકિસ્તાનને માત આપી હતી. આથી, દર વર્ષે ભારતીય નેવી દિવસ ઉજવવામાં આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..