મોરબીમાં વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો મોરબી : મોરબીમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૩૪૦ દર્દીઓએ લાભ લીધો હતો. આવતીકાલે ૧૯૭ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે.અત્યાર સુધીના ૪ કેમ્પમાં કુલ ૧૩૦૫ લોકોએ લાભ લીધો હતો. આંખની હોસ્પીટલ રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા.૪ને શનીવાર રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૪૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત, આવતીકાલે ૧૯૭ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવશે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જયંતિભાઈ જેરાજભાઈ પટેલની ઉપસ્થિતીમાં નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાયો હતો. અને તેમણે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર,આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી છે. ગત ત્રણ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ ૯૬૫ લોકોએ લાભ લીધો હતો તેમજ ૪૨૪ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા, જ્યારે પ્રવર્તમાન માસના કેમ્પમાં કુલ ૩૭૦ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ આવતીકાલે કુલ ૧૯૭ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવશે. કેમ્પને સફળ બનાવવા જલારામ સેવા મંડળ,જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજવામાં આવે છે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધારકાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મોં.૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા મોં.૯૮૭૯૨૧૮૪૧૫,નિર્મિતભાઈ કક્કડ મોં.૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..