મોરબી : સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવી દેનાર કોરાના વાયરસના નવા ઓમિક્રોન સ્વરૂપની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે. વિદેશથી આવતા લોકોથી આ વાયરસનો ખતરો હોવાની ભીતિ વચ્ચે મોરબી જિલ્લામાં 27 નવેમ્બર પછી વિદેશમાંથી 17 લોકો આવ્યા છે. આ 17 લોકોમાં દુબઈથી 13, ઇટલીથી 2, કેન્યાથી 1 અને બાંગ્લાદેશથી આવેલા એક નાગરિકનો સમાવેશ થાય છે. આ તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એ તમામના નેગેટિવ રિપોર્ટ આવ્યા હોય પણ સાવચેતીના ભાગરૂપે આ લોકોને 7 દિવસના હોમ કવરોન્ટાઇન કરવામાં આવ્યા છે. સાત દિવસ પછી આ 17 લોકોને કોરેન્ટાઇનમાંથી મુક્ત કરાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..