મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર,મતદાન જાગૃતિ કાર્યક્રમ,ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા ખાતે તા.૩ના રોજ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડૉ.સર્ટિ તેમજ UDID કેમ્પ અને દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન તેમજ ઇ-શ્રમ કાર્ડ કઢાવવા માટેનો વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉજવણીમાં મતદાર નોંધણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા,મદદનીશ મતદાર નોંધણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતવિસ્તાર અને મામલતદાર ગ્રામ્યના ડી.જે. જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્વીપ (SVEEP) નોડલ બી.એમ.સોલંકી, સિવિલ હોસ્પિટલ મોરબીના અધિક્ષક દૂધરેજીયા,આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ લેબર ડી.જે.મહેતા,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા,મોરબી જિલ્લાના સ્પેશિયલ શિક્ષકો,તેમજ બહોળી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..