મોરબી : મોરબી સબ જેલના જેલરની બદલી કરવામાં આવી છે. તેની જગ્યાએ રાજકોટ મધ્યસ્થ જેલના જેલરને રાખવામાં આવેલ છે. મોરબી પોલીસ વડી કચેરીના આદેશ અનુસાર મોરબી સબ જેલના જેલર એલ. વી. પરમારની ગળપાદર જેલ, ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા કે. એસ. પટણીની મોરબી સબ જેલ ખાતે બદલી થયેલ છે. વધુમાં, સુબેદાર તરીકે ફરજ બજાવતા લાલસિંહ મેઘરાજસિંહ ઝાલાને જેલર તરીકે બઢતી મળી મોરબી સબ જેલ ખાતે જેલર તરીકે મુકવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..