યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા બંને ગ્રામજનોની માંગ મોરબી: માળીયા અને મોરબી તાલુકાને જોડતા કુંતાશી અને હજનાળી ગામ વચ્ચેના રોડ અને નાલા-પુલીયાના કામમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ગ્રામજનો માંથી રાવ ઉઠી છે. આ સંદર્ભે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવા કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ કુંતાશી અને હજનાળી ગામ વચ્ચે નાલા અને પુલીયાનું કામ ચાલુ છે. આ કામ સરકારના નિયમ અને એગ્રીમેન્ટ મુજબ થવું જોઈએ. જે થતું નથી. આ ઉપરાંત કામમાં લોખંડ,સિમેન્ટ અને અન્ય મટીરીયલ નબળું વાપરવામાં આવે છે. આમ આ કામમાં ઘોર બેદરકારી આચરવામાં આવી રહી છે. તેમજ જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તેને બ્લેકલિસ્ટ કરવા બંને ગ્રામજનોએ માંગ કરી છે. વધુમાં આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે ત્યારે આ કામમાં વહેલી તકે યોગ્ય તપાસ કરવા અંતમાં માંગ ઉઠાવી છે.