મોરબી : મોરબીના જોય ઓફ ગિવિંગ ગ્રુપ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીમાં જોય ઓફ ગિવિંગ ગ્રુપ દ્વારા લાયન્સનગર પ્રાથમિક શાળા, લખધીરસિંહ પ્રાથમિક શાળા અને સાર્વજનિક પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના 530 વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ વિતરણમાં ઘનશ્યામભાઈ અઘારા, અજયભાઈ અનડકટ, સીતારામભાઇ રામાનુજ, ભાવિપ્રસાદ રાવલ, વિશાલભાઇ રાયગગલા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગ્રુપે તમામ શાળાના શિક્ષકોનો પણ આભાર માન્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..