સાથે-સાથે સાધકો માટે ધ્યાન શિબિર શિબિર પણ યોજાશે મોરબી : મહાન વિચારક ઓશોના આદર્શ જીવનલક્ષી પુસ્તકો લોકો વાંચીને ગ્રહણ કરી શકે તે માટે મોરબીમાં ઓશો કેસર આશ્રમ દ્વારા ઓશોના પુસ્તકોનું એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે-સાથે સાધકો માટે ધ્યાન શિબિર શિબિર પણ યોજાશે. મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સ્વાગત હોલ ખાતે આગામી તા.4 અને 5 ડિસેમ્બરના રોજ સવારે 10-30 થી રાત્રીના 9 વાગ્યા દરમિયાન ઓશો કેસર ફાર્મ-નવા સજ્જનપર દ્વારા ઓશોના પુસ્તકોના એક્ઝીબીશન અને મેડિટેશન એટલે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આયોજક નવા સજ્જનપર પાસે ઓશો કેસર આશ્રમ ચલાવતા રમેશભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, એશોના વિચારો તેમના અનેક પુસ્તકોમાં સંગ્રહીત છે. આ પુસ્તકો લોકો વાંચીને જીવનમાં ઉતારે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશોના પુસ્તકો અંગેજી અને હિન્દી તેમજ ગુજરાતી ભાષામાં મળી રહેશે અને વ્યાજબી ભાવે લોકોને આ પુસ્તકો આપવામાં આવશે.જેનો એશોના અનુયાયીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે અને વધુ વિગત માટે રમેશભાઈ રૈયાણી-9879010769 પર સંપર્ક કરવા જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..