આધારકાર્ડ કઢાવવા માટે હાલાકીને ધ્યાને લઇ સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબી તાલુકા સેવાસદન ખાતે આધારકાર્ડ ક્ઢાવવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી આધારકાર્ડ કઢાવવા માટે હાલાકીને ધ્યાને લઇ સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને રજુઆત કરી તાલુકા સેવાસદનમાં બીજું આધારકાર્ડ સેન્ટર ખોલવા માંગ કરી છે. મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલ તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ સેન્ટરમાં લોકોની ભારે કતારો લાગે છે. તાલુકા સેવાસદનમાં એક જ આધારકાર્ડ સેન્ટર હોય અને એની સામે આધારકાર્ડ ક્ઢાવવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ભારે લાઈનો લાગે છે. ઘણા લોકોને દિવસભર ઉભા રહેવા છતાં વારો ન આવતા ધરમના ધક્કા થાય છે અને આધારકાર્ડ કઢાવવા માટે લોકોને ભારે હાડમારી પડતી હોય આ મુશ્કેલી નિવારવા તાલુકા સેવાસદનમાં બીજું આધારકાર્ડ સેન્ટર ખોલવા માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..