વિદ્યાર્થીઓને ટીબી અને HIV એઇડ્સ રોગો વિશે માહિતગાર કરાયા તેમજ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ મોરબી : તા. 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે મોરબીના નિલકંઠ વિદ્યાલય સાયન્સ સ્કૂલનાં ધોરણ- 12નાં વિદ્યાર્થીઓને ટીબી અને HIV એઇડ્સ રોગો વિશે માહિતગાર કરવામાં આવેલ તેમજ રંગોળી સ્પર્ધા, TB-HIV IEC તેમજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા ક્ષય કેન્દ્ર મોરબી અને GSNP+ (ગુજરાત સ્ટેટ નેટવર્ક પ્રોગ્રામ પ્લસ) શ્વેતનાં પ્રોજેકટ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી નિમિત્તે ફિલ્ડ કો-ઓર્ડીનેટર રાજેશભાઈ લાલવાણીએ મોરબી જીલ્લાની નિલકંઠ વિદ્યાલયમાં ટી.બી. અને એચ.આઈ.વી.એઇડ્સ વિશે વિસ્તૃત માર્ગદર્શન જન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સીપાલ નવનીતભાઈ કાસુન્દ્રા, CDHO ડૉ. જે.એમ કતીરા સાહેબ,અધિક્ષક ડૉ. પી.કે. દુધરેજીયા, I/C DTO ડૉ. એન.એન.ઝાલા, RMO ડૉ. કે.આર. સરડવા, DPPMC રાઠોડ ઝરણાબેન ,STS પરમાર અંકિત, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન્દ્ર રબારી, TBHV ગોસાઈ નિખીલ, PMW ધર્મેન્દ્ર વાઢેર, PO મોસીનભાઈ (નવજીવન ટ્રસ્ટ) અને વિજયભાઈ રેશિયા (અનમોલ ટ્રસ્ટ), ORW ઘનશ્યામભાઈ (વિહાન પ્રોજેકટ), વિપુલભાઈ શેરશીયા (બાળ સુરક્ષા કાર્યક્રમ), વસંતભાઈ પડસુબિયા ICTC કાઉન્સેલર ટંકારા સહિતના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..