લગ્નસરાની મૌસમને કારણે મોટાભાગની એસટી બસો હાઉસફુલ મોરબી : મોરબીમાં દિવાળી બાદ લગ્નસરાની મૌસમ પુરબહારમાં ખીલી ઉઠી છે.આ લગ્નની સિઝનની સીધી અસર મોરબી એસટી ડેપોને થઈ છે. લગ્નસરાની મૌસમમાં બહારગામ જવા માટે ભારે ઘસારો રહેતા મોટાભાગની એસટી બસો હાઉસફુલ થઈ ગઈ છે.આ ઉપરાંત જાનની સ્પેશિયલ બસ માટે ધરખમ એડવાન્સ બુકીંગ થઈ રહ્યું છે.આથી છેલ્લા નવ દીવસમાં મોરબી એસટી ડેપોને રૂ.57.71 લાખની ધરખમ આવક થઈ છે. મોરબી એસટી ડેપોને દિવાળીની જેમ લગ્નસરાની સિઝન પણ ફળતા ઘી-કેળા થઈ ગયા છે. ખાસ કરીને વર્ષોથી એસટી દ્વારા લગ્નસરાની સિઝનમાં જાન માટે સ્પેશિયલ બસ ફાળવવામાં આવે છે. જેના માટે 7 દિવસ અગાઉ બુકીંગ કરવાનું હોય છે. આથી ગયા વર્ષ કરતા આ વર્ષે જાનની બસ માટે વધુ બુકીંગ થયા છે. ગત તા.21 થી શરૂ થયેલી લગ્નની સીઝનમાં અત્યાર સુધીમાં જાન માટે પાંચ બસ બુક થઈ હતી.જેમાં રૂ 61050 ની આવક થઈ છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં લગ્ન પ્રસંગીમાં જવા માટે પણ ભારે ઘસારો થયો હતો. આથી એસટી તંત્રના સત્તાવાર અકડા મુજબ ગત તા.21 થી 29 સુધી તમામ બસોમાં ઘયેલી આવક મુજબ તા.21ના રોજ રૂ.333884, તા.22 ના રોજ રૂ.398284, તા.23ના રોજ રૂ.388856, તા.24ના રોજ રૂ.357441, તા.25ના રોજ રૂ.361698, તા.26ના રોજ રૂ.345241, તા 27ના રોજ રૂ.332513, તા.28ના રોજ રૂ.294386, તા.29ના રોજ રૂ.369567 એમ મળીને આ નવ દિવસ દરમિયાન કુલ રૂ.57,71,870 ની આવક થઈ હતી અને હજુ પણ આવક વધવાની શકયતા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..